જંગલ જમીનના પડતર પ્રશ્નો માટે નવાભગામાં ગ્રામ સભા યોજાઈ
પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ તથા જીલ્લા વન સંરક્ષક રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર રાજ્યના આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનુ અને જંગલ જમીન માટે દાવા કરનારાઓના હકદાવા
અરજીઓ ને વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં મંજૂર કરાશે તેમ નવાભગામાં યોજાયેલી ગ્રામ સભામાં ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યે સંબોધતા જણાવ્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને અશ્વિનભાઈ કોટવાલે વધુમાં જણાવેલ કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર છેવાડાના ગરીબમાં ગરીબ વ્યક્તિ ના ઉત્થાન માટે તત્પર છે. જેમાં જંગલ જમીનના દાવા કરનાર તમામની અરજીઓની હાલ તપાસણી પ્રક્રિયા ગીર ફાઉન્ડેશન દ્વારા ચાલી રહી છે. જેમાં યોગ્ય પૂર્તતાઓ બાદ દાવા કરનાર તમામને તેમની જમીન આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતુ.
કાર્યક્રમમાં જીલ્લા વન સંરક્ષક હર્ષ કુમાર ઠક્કર, જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ નટવર સિંઘજી ભાટી, શૈક્ષણિક અગ્રણી શંકરભાઈ પાંડોર, પરોસાડા સરપંચ મનજીભાઈ ભગોરા, પૂર્વ સરપંચ ભેરાજી નિનામા, ધોલવાણી રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.આર.વાઘેલા સહિત તમામ ફોરેસ્ટ કમીઁઓ ઉપસ્થિત રહ્યા હતા.