સેવા
ગુજરાતના પાવરફુલ IAS અધિકારી કે.કૈલાસનાથન ને સોપાઈ મોટી જવાબદારી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાતના સરકારના વિશ્વાસુ અને પાવરફુલ IAS અધિકારી કે.કૈલાસનાથનને પુડુચેરી ના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનાવાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોડી રાત્રે કરેલા ઓર્ડરમાં તેમની નિમણૂક કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજકીય અને શાસકીય ઈતિહાસમાં 4 મુખ્યમંત્રી અને 6 સરકારો સાથે કામ કરનારા સૌથી પાવરફુલ અધિકારી કે. કૈલાસનાથનનો ગત મહિને કાર્યકાળ પૂર્ણ થયો હતો અને 30 જૂને તેમને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેરવેલ આપી હતી.