રાજયસભા સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં “ હર ઘર તિરંગા રેલી” યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
તા.૧૫ મી ઓગષ્ટ અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા “હર ઘર તિરંગા”
કાયઁક્રમ હેઠળ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકા કક્ષાની તિરંગા યાત્રા રાજયસભા સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતા હેઠળ ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય અને રંગારંગ રેલી યોજાઈ હતી.
ખેડબ્રહ્મા તાલુકાના નાગરીકો તિરંગા યાત્રામાં જોડાતા સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો. દેશભક્તિના રંગમાં સમગ્ર ખેડબ્રહ્મા શહેર રંગાયુ હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતુ.
તિરંગા યાત્રામાં શેઠ કે.ટી.હાઈસ્કૂલના ઈંગ્લિશ મિડીયમના વિદ્યાર્થીઓ વેશભુષા સાથે જોડાયા હતા. સાથે શિક્ષકો, યુવા ખેડબ્રહ્મા ટીમ, રમતવીરો,
સાંસ્કૃતિક, NCC, NSS, પોલીસ વિભાગ સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રા શેઠ કે.ટી.હાઈસ્કૂલથી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરીને પરત નીજ હાઈસ્કૂલ સુધી યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજયસભા
સાંસદરમીલાબેન બારા, પૂવઁ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, નાયબ કલેક્ટર એન.ડી.પટેલ, મામલતદાર એન.ટી.પરમાર, પ્રાયોજના વહીવટદાર વિશાલ
સક્સેના, ચીફ ઓફીસર સાવન રતાણી, ડીવાયએસપી સ્મિત ગોહિલ, પીઆઈ ડી.એન.સાધુ, પી.એસ.આઈ., શહેર ભાજ પપ્રમુખ અરવિંદ રાવલ, મહામંત્રીઓ
રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ તેમજ રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ, પોલીસ, આરોગ્ય કમઁચારીઓ, નગરપાલિકાના પૂૂર્વ કોર્પોરેટરો, જીલ્લા પંચાયતના સદસ્યો સહીત નાગરીકો જોડાયા હતા.