શુ ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં ઘુસણખોરી તો નથી થઈ ને… ?
ખેરોજ થી અમદાવાદ ગાંજાનુ કનેક્શન શુ બાયપાસ હશે ?

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા એસઓજી ટીમે રવિવારની મોડી રાત્રે ખેરોજ થી અમદાવાદ જઈ રહેલો ગાંજો બાતમીના આધારે હિંમતનગર બાયપાસ રોડ પર વિરપુર થી પસાર થતી ગાડીમાં 17.220 કિલો ગાંજા સાથે મિકેનિકલ એન્જિનિયર સહીત બે ને ઝડપીને ચાર શખ્શો વિરુદ્ધ હિંમતનગર રુરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ખેરોજ થી અમદાવાદ ગાંજા નુ કનેક્શન છે તેવુ તપાસમાં બહાર આવ્યુ, પણ ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં પણ જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ગાંજાનુ વેચાણ તથા વપરાશ ચોક્કસ બહાર આવી શકે છે.
યુવાધન પ્રતિબંધીત નશીલા દ્રવ્યોનો બંધાણી છે કે તેને બંધાણી બનાવવામાં આવ્યો છે ? તે એક શંકા ઉપજાવે તેવો પ્રશ્ન છે.
જો ગુજરાત પોલીસ શંકા ઉપજાવે તેવા સ્થળ કે યુવકોની ઝીણવટભરી તપાસ કરે તો કયાંક ને કયાંક પ્રતિબંધીત નશીલા દ્રવ્યોનુ કનેક્શન મળી શકે છે અને યુવાધન બરબાદ થતુ પણ બચી શકે છે.