હિંમતનગર સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવ ઉજવાશે
પ્રથમ દિવસે ૧૦૦ આદિવાસી યુગલો પ્રભુતામાં પગલાં પાડશે
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હિંમતનગરના કાંકણોલ ખાતે આવેલ મંદિરનો ચાર દિવસીય દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષ સ્વામી તથા પૂ. કૌશલમુની સ્વામીએ જણાવેલ કે
બીએપીએસ ના પ્રગટ ગુરુહરિ પ.પૂ.મહંત સ્વામીના આશિર્વાદ થી સદૃગુરુ સંત પૂ. વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતીમાં તા.૨૨ થી ૨૫ ડિસેમ્બર સુધી દશાબ્દી મહોત્સવની ઉજવણીમાં તારીખ
૨૨ ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના સમુહ લગ્ન યોજાશે, જેમાં 100 યુગલોને વિવિધ ચીજવસ્તુ રુપે દરેક યુગલને રુ.1 લાખની ભેટ અઆપવામાં આવશે. તમામ યુગલો લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ. સંત શ્રી મહંત સ્વામીના આશિર્વાદ લેવા ગયા હતા.
જ્યારે પછી તારીખ ૨૩ ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, સંસ્કાર દિન ની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ ના રોજ પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.
તેમણે વધુમાં જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસ થી ચાલી રહી છે જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવકો વડીલ સંતોના માગઁદશઁન સેવા આપી રહ્યા છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.