ખેડબ્રહ્મા વિધાનસભામાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
કલેક્ટર, જીલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વષઁ ૨૦૪૭ સુધીમાં સમગ્ર ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે તેની સાથે ગુજરાત પણ આ સંકલ્પ ની સાથે આગળ વધતાં
વડાપ્રધાનની વચુઁઅલ ઉપસ્થિતીમાં સાબરકાંઠા જીલ્લાના અંતરીયાળ ખેડબ્રહ્માની આરડેકતા ઈન્સ્ટીટયુટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાપર્ણનો કાયઁક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આજે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની ડીસા ખાતે પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય આવાસોના સમગ્ર જીલ્લામાં ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ ખેડબ્રહ્માની આરડેકતા ઈન્સ્ટીટયુટ માં જીલ્લા કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા પ્રાન્ત અધિકારી વંદના પરમાર, પ્રાયોજના વહીવટદાર વિશાલ સકસેના, ત્રણેય તાલુકાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓ, જીલ્લા સદસ્યો અને અમલીકરણ અધિકારીઓ સાથે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.