શુ તમારુ ક્રેડિટ કાર્ડ બ્લોક તો નથી થયુ ને ?
ડેટા લીક થતાં દેશની અગ્રણી બેંકે ક્રેડિટ કાર્ડ બ્લોક કયાઁ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
દેશની અગ્રણી ખાનગી બેંકોમાંની એક ICICI એ 17000 નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. બેંકે કહ્યું કે આ ગ્રાહકો માટે નવા ક્રેડિટ કાર્ડ જારી
કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હજારો નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. બ્લોક કરેલા કાર્ડ્સની સંખ્યા બેંકના ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોના આશરે 0.1% છે. ક્રેડિટ કાર્ડ્સને બ્લોક કરવા પાછળનું કારણ સમજાવતા, બેંકે કહ્યું કે, આ કાર્ડ્સનો ડેટા કથિત રીતે લીક થયો હતો અને “ખોટા વપરાશકર્તાઓ” સુધી પહોંચ્યો હતો. ICICI બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં જારી કરાયેલા લગભગ 17,000 ક્રેડિટ કાર્ડ્સ “અમારી ડિજિટલ ચેનલોમાં ખોટા વપરાશકર્તાઓ સાથે ભૂલથી મેપ કરવામાં આવ્યા હતા”.
આ ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે ICICI બેંકના સંબંધિત ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર બેંકની iMobile Pay એપની સુરક્ષા અંગે તેમની આશંકા વ્યક્ત કરી. યુઝર્સે જાણ કરી હતી કે એપમાં કાર્ડ નંબર અને કાર્ડ CVV સહિત અન્ય કોઈના ક્રેડિટ કાર્ડની માહિતી દેખાઈ રહી છે. એટલું જ નહીં, આ કાર્ડ્સની વિગતો મેળવવાનું સરળ હતું. આ ઉપરાંત અન્ય કોઈની પેમેન્ટ એપ પણ એક્સેસ કરી શકાતી હતી અને OTP હોવા છતાં પેમેન્ટ થવાની શક્યતા હતી.