ગતરાત્રિએ ધોધમાર વરસાદ પડતાં જૂનો દ્રુપદ હોસ્પિટલની આગળના રોડ પર પત્થર દેખાયા
રહીશો અને વહેપારીઓની હાલાકીમાં વધારો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ગતરાત્રિએ ધોધમાર વરસાદ પડતાં શીતકેન્દ્ર સામે આવેલ જૂનો વડાલીનો રોડ ધોવાતાં પત્થર દેખાતાં વાહન ચાલકો અને વહેપારીઓ પરેશાન થતાં નગરપાલિકા તંત્ર પર ફીટકાર વરસાવી રહ્યા છે.
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં ગતરાત્રિએ પ્રથમવાર એકસાથે ૪ ઈંચ વરસાદ ખાબકતાં શીતકેન્દ્ર સામે આવેલ જૂના વડાલીના રોડ પરના વહેપારીઓ તેમજ રહીશો હેરાન પરેશાન થયા હતા.
વષોઁ પહેલાં ખેડબ્રહ્મા થી વડાલી જવા માટે આ રોડનો ઉપયોગ થતો હતો પણ સમયાંતરે નવો હાઈવે રોડ બનતાં આ રોડની હાલત બીસ્માર થતાં નગરપાલિકાએ કોઈ રસ લેતાં રોડ બનાવવા માટે જીલ્લા કલેક્ટર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના મળતાં વહેપારીઓ અને રહીશોએ નવેમ્બર-ડિસેમ્બરમાં આવનારી નગરપાલિકાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
“હવે આશ્વાસન નહી, નક્કર પરિણામ” ના નારા સાથે નગરપાલિકા તંત્ર પર ફીટકાર વરસાવતા વહેપારીઓ વિષ્ણુભાઈ પટેલ, પરશોત્તમભાઈ પટેલ, ડૉ.વસંતભાઈ પટેલ, ઈશ્વરભાઈ પ્રજાપતિ, જીગ્નેશ પટેલ, જયેશ પટેલ તથા દિપેશ પટેલે જણાવેલ કે દર વષેઁ ચોમાસાની આવી સ્થિતિથી હવે કાયમી છુટકારો
નહી મળે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માગેઁ આંદોલન કરવાની ફરજ પડશે. બીજા એક વહેપારીએ જણાવેલ કે ગત વષેઁ એક શ્રમિક લારી પર મજૂરી કરીને જીવન ગુજારનાર તેની લારીમાં લોખંડ
ભરીને જતાં પત્થરોની ભરમાર થી લારી પલટી જતાં મજૂર લારી નીચે દબાઈ જતાં સારવાર બાદ બે મહીના બાદ શ્રમિકનુ અવસાન થયુ હતુ. આ ઘટનાનુ પુનરાવર્તન ના થાય તે માટે વડાલી વાળો જૂનો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માગણી કરી હતી.
નગરપાલિકાએ આ રોડ બનાવવાની તસ્દી લીધી નથી, પણ શહેરના અનેક આરસીસી નવા જ રોડ તોડીને ફરીથી બનાવવા માટે રસ લઈ રહ્યા છે. પણ વડાલીનો રોડ નહી બનાવવાનુ કારણ પણ જણાવતા નથી. તો તેની પાછળ કારણ શુ છે ? તેવો પ્રશ્ન વહેપારીઓ તથા રહીશોમાં ચચાઁનો વિષય બન્યો છે.