જય અંબે પદયાત્રી સેવા કેન્દ્ર નરોડા દ્રારા કેમ્પ શરુ કરાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભાદરવી પુનમને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સેવા કેન્દ્રોની પણ શરુઆત થઈ ગઈ છે.
અમદાવાદ નરોડાના શ્રી જય અંબે પદયાત્રી સેવા કેન્દ્રે સતત 28 મા વષેઁ પદયાત્રી સેવા કેમ્પની શરુઆત આજે કરવામાં આવી હતી.
બોલ મારી અંબે…જય જય અંબે… એટલે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની શુભ શરુઆત થતાં પદયાત્રીઓ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માના
અંબિકા માતાજીના દશઁન કરી અંબાજી તરફ વધી રહ્યા છે. ભાદરવી પુનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જયઘોષ સાથે
અંબાજી તરફ જઈ રહ્યો છે. ત્યારે નરોડાના સ્વ.કીરીટભાઈ એસ પટેલે 28 વષઁ પહેલાં સેવાની ભેખ ધરી હતી તે આજે પણ બાવળકાંઠીયા ખાતે
આયોજીત પદયાત્રીઓની સેવા કરવા માટે સ્વયંસેવકો નરોડાથી આવીને બાવળકાંઠીયા ખાતે સેવાની ધુણી ધખાવી હતી. આ કેમ્પમાં ચા-નાસ્તો, ભોજન તથા
મેડીકલ સેવા સાથે મોબાઈલ ચાજિઁગ સાથે આરામ કરવાની સેવા પુરી પાડવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી જય અંબે પદયાત્રા સેવા કેન્દ્ર ના સંચાલક
હષઁદભાઈ જે પટેલ, જય કીરીટભાઈ પટેલ તથા તેમના સાથી પુરુષ તથા મહીલા સ્વયંસેવકોની ટીમે સેવામાં સતત જોડાયા હતા અને સહયોગી તરીકે ખેડબ્રહ્માથી અરવિંદભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા