ખેડબ્રહ્મા ભાજપ વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો
રાજ્યસભાના સાંસદ તથા જીલ્લા પ્રમુખ અને પ્રભારી રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વિક્રમ સંવત 2080 ના નૂતનવષઁની શુભકામનાઓ પાઠવવા માટે ખેડબ્રહ્મા વિધાનસભા ભાજપના કાયઁકરોનો સ્નેહમિલન કાર્યક્રમ સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના અધ્યક્ષ પદ હેઠળ નવી મેત્રાલની આરડેઁકતા ઈન્સ્ટીટયુટ ખાતે આજે યોજાઈ ગયો.
નવા વર્ષની શરુઆત થતાં દેશના સવેઁ નાગરીકો એકબીજાને મળીને નૂતન વષાઁભિનંદન પાઠવે છે અને નવા વિચારોથી નવા વષઁની શુભ શરુઆત કરે છે જે અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ આરડેકતા ઈન્સ્ટીટયુટ માં યોજાયો હતો.
અધ્યક્ષ સ્થાનેથી જીલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે સવેઁ ઉપસ્થિત ભાજપ કાયઁકરોને જણાવ્યુ હતુ કે વષઁ 2024 ના વષઁમાં આવનારી લોકસભાની ચુંટણીમાં સાબરકાંઠા બેઠક પાંચ લાખ મતોની સરસાઈથી જીતવા માટે ઉપસ્થિત કાયઁકરોને આહવાન કર્યુ હતુ.
રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જીલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેના, મહામંત્રી વિજય પંડયા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની વિશેષ જાણકારી આપી હતી અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા નાગરીકોને લાભ અપાવવા માટે અપીલ કરી હતી.
સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહ,પોશીના તાલુકા એસ.ટી.મોરચાના પ્રમુખ લુકેશભાઈ સોલંકી, વરીષ્ઠ કાયઁકર જશુભાઈ પટેલ, વાલજીભાઈ પટેલ સહીત ખેડબ્રહ્મા,પોશીના અને વિજયનગર ભાજપના કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાયઁક્રમનુ સંચાલન ખેડબ્રહ્મા શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કરી હતી અને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલે ઉપસ્થિત કાયઁકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.