ખેડબ્રહ્માના કાશીવિશ્વનાથ મહાદેવને શાકભાજીનો શણગાર અપઁણ કરાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
શ્રાવણ માસ એટલે ભગવાનની ભક્તિ, શક્તિ અને આરાધનાનો માસ ગણાય છે. જેમાં ખેડબ્રહ્મા શહેરની
હરણાવ નદીના કિનારે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો તરફથી શાકભાજીનો શણગાર કરાયો હતો.
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો અનેક લાડ લડાવે છે અને તેમની સેવા કરેલી એળે જતી નથી તે માટે ભક્તો શિવજીને કાકલુદી કરીને પ્રસન્ન કરવાનો એકેય મોકો છોડવા માગતા નથી.
ખેડબ્રહ્મા શહેરના શ્રી કાશીવિશ્વનાથ મહાદેવજીને શ્રાવણ માસના બીજા સોમવારે મંદિરના પુજારી અને ભકતોના સહીયારા પ્રયાસથી વિવિધ પ્રકારના લીલા
શાકભાજીનો શણગાર કરાયો હતો અને ભક્તો માટે સાંજે ચાર થી રાત્રે નવ કલાક સુધી દશઁન માટે મંદિર ખુલ્લુ મુકાયુ હતુ. જેમાં ભક્તો સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંદિરના પુજારી અતુલ ત્રિવેદી તથા સ્વયંસેવકોએ અને ભક્તોના સહીયારા પ્રયાસને
પ્રશંસનીય ગણાવ્યો હતો અંતે આ તમામ શાકભાજીને મંદિર દ્રારા ચાલતા અન્નક્ષેત્રમાં વપરાશે તેવુ મંત્રી યોગેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ.