“પી એમ જનમન” અભિયાન માટે કાથોડી લોકોએ વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધા નરેન્દ્ર મોદી દ્વારા “પી એમ જનમન” અભિયાન હાથ ધરવામાં આવ્યું હત, જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
લાભાથીઁ માધાભાઈ કાથોડી
વિજયનગર તાલુકાના બંધણા ગામના વતની હિંદુ કાથોડી માધવભાઈ રત્નાભાઇ પીએમ જનમન અભિયાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવે છે કે
“પીએમ જનમન” અભિયાન કાથોડી સમાજ માટે લાભદાયી નીવડ્યુ છે. જેમાં વિજયનગરના બંધણા, ચિઠોડા, વણધોલ ગામ સહીત ના ૨૬૦ પરિવારના ૧૨૨૮ લોકોનો સમાવેશ થાય છે.
નૈમેષ દવે કલેક્ટર સાબરકાંઠા
આ અભિયાન થકી યોજાયેલા કેમ્પમાં તેઓને અને તેમના સમાજના લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આયુષ્યમાન કાર્ડ ઘર આંગણે મળતા તેઓને સરકારનો અને સાબરકાંઠા જીલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
વંદના પરમાર નાયબ કલેક્ટર ખેડબ્રહ્મા
સો ટકા સેચ્યુરેશનની કામગીરી માટે કલેક્ટર નૈમેષ દવે, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર વંદના પરમાર, વિજયનગર મામલતદાર સહીત સમગ્ર જીલ્લા વહીવટીતંત્ર એ કામગીરીને ઝડપી બનાવી હતી.