નિવૃત્ત સમારંભ

અંગ્રેજી વિષય શિક્ષકનો વય નિવૃત્તી સમારંભ યોજાયો

અધ્યક્ષ સ્થાને ડૉ.પરેશ મહેતા રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ખેડબ્રહ્મા શહેરની અગ્રણી શેઠ કે.ટી.હાઈસ્કુલ માં અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ આર ગાંધીનો વય મયાઁદાને લીધે નિવૃત્ત થતા તેમનો

શુભેચ્છા અને નિવૃત્તી સમારંભ ડૉ.પરેશ મહેતાના અધ્યક્ષ સ્થાને કાશીવિશ્વનાથ મંદિરમાં યોજાયો હતો.

આજે યોજાયેલ વિદાય સમારંભમાં શેઠ કે.ટી.હાઈસ્કુલના આચાર્ય વિભાષ રાવલ તથા શિક્ષક સ્ટાફ મિત્રો, નરેશ ગાંધી પરિવારના સભ્યો તથા સગાસંબંધીઓએ દિઘાઁયુષ્ય સાથે નિવૃત્ત માં પ્રવૃત્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

નિવૃત્તી સમારંભમાં કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનકુમાર જોષી, મંત્રી શૈલેષભાઈ મહેતા, શિક્ષણ બોર્ડના સભ્ય હસમુખ પટેલ, જ્યોતિ વિદ્યાલય ના આચાર્ય સુરેશ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર કપીલ ઉપાધ્યાય, ડૉ.અવિનાશ ગાંધી તથા કેળવણી મંડળના સભ્યો અને સગાસંબંધીઓ અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!