ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વિક્રમ સંવત 2080 ના નવા વષઁના નૂતન વર્ષ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ દ્રારા ધારાસભ્ય ડૉ.તુષાર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાયઁક્રમ યોજાયો હતો.
કાયઁક્રમની શરુઆતમાં ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત શમાઁએ સ્વાગત પ્રવચન કયુઁ હતુ અને સવેઁનુ ફુલહાર થી સન્માન કયુઁ હતુ.
અધ્યક્ષ સ્થાનેથી ડૉ.તુષાર ચૌધરીએ જણાવેલ કે, આપના કોઈપણ પ્રશ્ન હોય તો મને લેખિતમાં આપવા જેથી તેનો ઝડપી નિકાલ કરવા માટે હુ પ્રયત્નશીલ રહીશ. આવનારી લોકસભાની ચુંટણીમાં સાબરકાંઠા બેઠક અંકે કરવા માટે આહવાન કયુઁ હતુ સાથે ખેડબ્રહ્મા નગરપાલિકાની સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે ત્યારે નગરપાલિકા કોંગ્રેસની બને તેના પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહીલા મોરચાના લીલાબેન ડાભી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમ્મરસિંહ ચંદાવતે ઉપસ્થિત કાયઁકરોને નૂતન વષઁની સાથે ખેડબ્રહ્મા નગરપાલિકા કોંગ્રેસની બને તે માટે મહેનત કરવા જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પ્રવિણસિંહ સોલંકી, ડૉ.કિંજલ સોલંકી, વસંતભાઈ પટેલ, અરવિંદભાઈ તથા શહેર કોંગ્રેસના કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.