ફોજદારી

ચેક રીટનઁ કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને દંડ નો હુકમ કરતી ખેડબ્રહ્મા કોટઁ

રુ.૪૦ હજારનો દંડ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

આરોપી સંજય બાબુભાઈ મકવાણા, ધોળીવાવ, તા ખેડબ્રહ્માએ ફરીયાદી વિનયકુમાર જયંતિલાલ મહેતા, ખેડબ્રહ્મા પાસેથી મિત્રતાના લીધે રૂા.૪૦,૦૦૦/– ઉછીના લીધેલા હતા, આ હાથ ઉછીની રકમ પરત કરવા આરોપીએ ફરિયાદીને ફીનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક લી. વડાલી શાખા નો, તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજનો આરોપીના સંયુકત ખાતાનો, રૂા.૪૦,૦૦૦/-

અંકે રૂપિયા ચાલીસ હજાર પુરાની રકમનો ચેક આપેલ હતો. આ ચેક ફરીયાદીએ પોતાના બેંકના ખાતામાં ભરતા આરોપીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૭૩૩/૨૦૨૩ થી ફોજદારી કાયઁવાહી અધિનિયમની કલમ ૨૫૫(૨) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી.

જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કમલેશ મંઘાણીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલ રાજેન્દ્રસિંહ ચૌહાણની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપીને કસુરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રુ.૪૦ હજાર રૂપિયાનો દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!