ચેક રીટનઁ કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા નો હુકમ કરતી ખેડબ્રહ્મા કોટઁ
ચેકની રકમ રુ.૧.૦૫ લાખ જેટલો જ દંડ ફટકારાયો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આરોપી કૌશીક જયંતીભાઈચૌહાણ, વાલરણ, તા ખેડબ્રહ્માએ ફરીયાદી રાધીવાડના જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડ પાસેથી મિત્રતાના લીધે રૂા.૧,૦૫,૦૦૦/– ઉછીના લીધેલા હતા, આ હાથ ઉછીની રકમ પરત કરવા આરોપીએ ફરિયાદીને બેંક ઓફ ઈન્ડિયા ખેડબ્રહ્મા શાખાનો રૂા.૧,૦૫,,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ ચાલીસ હજાર પુરાની રકમનો ચેક આપેલ હતો. આ ચેક ફરીયાદીએ પોતાના બેંકના ખાતામાં ભરતા આરોપીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૧૧૨૯/૨૦૨૩ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કમલેશ મંઘાણીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલ કમલ પંડયા તથા વિવેક વૈષ્ણવની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપીને કસુરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદ અને ચેકની રકમ જેટલો જ રુ.૧,૦૫,૦૦૦ રૂપિયાનો દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે. જ્યારે આરોપી દંડ ભરે તો તે રકમ ફરીયાદીને વળતર રુપે ચુકવવા હુકમ કરેલ છે.