ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વષઁની સાદી કેદ તથા આઠ લાખ રુપિયાનો દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોટઁ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ફરિયાદી જીગ્નેશકુમાર અમરતલાલ ચૌહાણ (જીગર ફૂટવેર-ખેડબ્રહ્મા,સરદાર ચોક) રહે. ખેડબ્રહ્મા, તા. ખેડબ્રહ્મા, જિલ્લો. સાબરકાંઠા દ્વારા આરોપી જગદીશકુમાર રમેશકુમાર અડવાણી રહે. ન્યુ નરોડા,અમદાવાદ સાથે વેપારી સંબંધો કેળવાયેલ હતા અને આ વેપારી સંબંધોના નાતે ૮,૦૦,૦૦૦/- આઠ લાખ રૂપિયા પુરા હાથ ઉછીના ફરિયાદીએ આપેલા હતા અને આ કામના આરોપીએ ૮,૦૦,૦૦૦/- આઠ લાખ રૂપિયા પુરાનો બેંક ઓફ ઇન્ડિયા ખેડબ્રહ્મા શાખાનો ચેક આપેલો હતો જે ચેકનો સમય પૂર્ણ થતા ફરિયાદી દ્વારા બેંકમાં ચેક નાખતા આરોપીના બેંકના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે ચેક પરત ફરતા ફરિયાદી ચૌહાણ જીગ્નેશકુમાર અમરતલાલ
નાઓએ નામદાર ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નંબર ૨૧૯૫/૨૦૨૨ થી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ એડવોકેટ વિજયકુમાર બાલુપ્રસાદ ત્રિવેદી મારફતે દાખલ કરેલ હતી. એડવોકેટ વિજય કુમાર બી ત્રિવેદી દ્વારા કરેલ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ખેડબ્રહ્મા કોટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા તથા ૮,૦૦,૦૦૦/- આઠ લાખ રૂપિયા પુરા નો દંડ કરી ભરપાઈ કરવાનો હુકમ કરેલ છે.