ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા શહેરની પ્રજાપતિ સમાજની યુવતીને રાજસ્થાનમાં સાસરીમાં હત્યા કરી દેતા આરોપીઓ વિરુદ્ધ પગલાં ભરવા આવેદન આપવામાં આવ્યુ.
ખેડબ્રહ્માના રાજસ્થાનના પ્રજાપતિ સમાજના ચૈનારામ માલજી પ્રજાપતની સુપુત્રી જશોદાબેન ઉ.વ. 28 નુ લગ્ન રાજસ્થાનના લાંબીયા (ખૈરવા) તા. પાલી ખાતે દિલિપ ગિરધારીલાલ પ્રજાપત સાથે 9 વર્ષ પહેલાં કરવામાં આવ્યુ હતુ. ગત તા. 20 મે ના રોજ જશોદાબેનના પતિ દિલિપ ખાટુશ્યામ ખાતે ગયેલ હતા તે સમયે તેમના પિતા ગિરધારીલાલે તેમણે ફોન કરી જણાવેલ કે તારી પત્ની જશોદાએ ઘરમાંથી ₹ 40 હજારની ચોરી કરેલ છે અને તે પૈસા તેની બેગમાંથી મળી આવેલ છે જેથી જશોદાનો પતિ દિલિપ પરત ઘરે આવી જશોદાબેનને રૂમમાં પૂરી માતા પિતા અને દિયરની ચઢવણીથી માર માર્યો હતો જેમાં જશોદાબેનને ગંભીર ઈજાઓ પહોચી હતી જેમા જશોદાબેનનુ મરણ થયુ હતુ, પણ જશોદાના સાસરીયાઓએ મરણને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન કરેલ છે તેવો આક્ષેપ જશોદાના પિયર પક્ષે કયોઁ હતો. જે અંગે રાજસ્થાન પોલીસે ગુન્હો નોધ્યો હતો.
જેને લઈ ખેડબ્રહ્મા રાજસ્થાન સમાજ ધ્વારા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને આવેદન આપી ગુનેગારો સામે સત્વરે કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી હતી. આવેદનપત્ર આપવા માટે ખેડબ્રહ્મા પ્રજાપતિ સમાજના પ્રમુખ કેવળજી પ્રજાપત, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર નિકુંજ રાવલ સહિત પ્રજાપત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.