ખેડબ્રહ્મા પાલિકાએ 82 % વેરા વસુલાત કરી : રીઢા બાકીદારો સામે કાયદેસર કાયઁવાહી કરાશે
ચાલુ વષેઁ રુ.2 કરોડની સામે રુ.1.64 કરોડનો વેરો વસુલ્યો
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્રારા ચાલુ વષઁ 2023-24 ના કુલ રુ.2 કરોડના સામે રુ.1.64 કરોડની વેરા વસુલાત કરીને 81.93 % વેરો વસુલ્યો છે. જ્યારે મિલકત વેરો ના ભરતા રીઢા બાકીદારો સામે નોટીસો કાઢીને કાયદેસરની કાયઁવાહી હાથ ધરાશે.
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ મકાન, પ્લોટ, દુકાન કે અન્ય હેતુ માટે વપરાશની મિલકતો ધરાવતા માલીકો પાસેથી છેલ્લા ત્રણ માસ દરમ્યાન વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેના ભાગરુપે ચાલુ વષઁ 2023-24 ના રુ.2 કરોડના માગણા સામે રુ 1.64 કરોડની રકમ એટલે કે 82 % વેરા વસુલાત કરી હતી તેવુ વસુલાત વિભાગના કમઁચારી દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ. જ્યારે પાછલી બાકી રુ.1.27 કરોડના માગણા સામે રુ.22.09 લાખનો વેરા વસુલાત કરી હતી.
વ્યવસાય વેરો રુ.17.70 લાખ જેટલાની વસુલાત કરાઈ હતી અને હવે જેનો વ્યવસાય વેરો બાકી છે તેમની 18 % વ્યાજ સાથે વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવશે તેવુ વ્યવસાય વેરાના કમઁચારી ભરત સુતરીયાએ માહીતી આપી હતી.
વધુમાં રીઢા બાકીદારો સામે આગામી સમયમાં વેરા વસુલાત માટે નોટીસો ફટકારવામાં આવશે સાથે મિલકત જપ્તી, મિલકતને સીલ મારવુ, પાણી કનેક્શન કાપવા જેવી કાયદેસરની કાયઁવાહી હાથ ધરવામાં આવશે તેવુ ચીફ ઓફીસર સાવન રતાણીએ જણાવ્યુ હતુ.