
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ગુજરાતની શાળાઓમાં આવનારા જૂન 2024 થી એટલે કે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6 થી 12 સુધી ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જે ધો.૧૨ સુધી ભણાવવામાં આવશે.
આ નિર્ણય સંદર્ભે આજરોજ ગીતા જયંતીના પવિત્ર દિવસે શિક્ષણ વિભાગ દ્વારા સચિત્ર ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યો નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓને આપણા વૈદિક મૂળ સાથે જોડવા માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્ણ પ્રયત્નો કરી રહી છે. જે એક સરાહનીય આવકારદાયક નિર્ણય છે