પોલીસ

ગેરકાયદેસર બંદૂક સાથે એક ને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

પઢારા ચેકપોસ્ટ પાસેથી પસાર થતાં ઝડપાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

અત્યારે હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ કમીઁઓ પેટ્રોલીંગમા હતા તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે પઢારા મકવાણા ફળીમાં રહેતો સુરેશભાઈ શંકરભાઈ પરમારનો પોતાના

ઘરે દેશી બનાવટની કુલ્લીદાર એક નાળી બંદૂક રાખે છે અને આજરોજ તે બંદૂક લઈ તેના ઘર નજીક આવેલ રાજસ્થાન બોર્ડર જંગલમાં બંદૂક છૂપાવવા જનાર છે તેવુ જણાતાં પોલીસ તથા પીએસઆઈ એ.વી.જોષીએ પંચોને સાથે લઈ પઢારા ચેકપોસ્ટ નજીક ઈલેક્ટ્રીક ડી.પી.પાસે રોડ ઉપર જઈ અલગ અલગ ટીમો બનાવી વૉચમા હતા તે દરમ્યાન એક ઈસમ કપડુ વીંટાળી કઈક વસ્તુ છુપાવીને લાવતો હતો અને શંકાસ્પદ હાલતમા જોવા મળતા ખેડબ્રહ્માના

પઢારાના મકવણા ફળીમાં રહેતો સુરેશભાઈ શંકરભાઈ પરમાર હોવાનુ જણાવેલ તેમજ બંદૂક સંબંધે પુછતા આ બંદૂક લાયસન્સ વગરની હોવાની જણાવતા પકડાયેલ ઈસમ વિરુધ્ધમાં ખેડબ્રહમા પો.સ્ટે પાર્ટ બી ની Ňએક્ટ ૧૯૫૯ની કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આ માટે ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button
error: Content is protected !!