પોલીસ

ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

થોડા દિવસ પહેલાં મોટરસાઈકલથી રાહદારીનુ અકસ્માતમાં મોત થયુ હતુ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ગત તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના સમયે ખેડબ્રહ્મા શીત કેન્દ્ર સામે રોડ ઉપર અજાણ્યા મોટરસાઇકલના ચાલકે પોતાના કબજાનું મોટરસાઇકલ પુરઝડપે બેદરકારી પુર્વક હંકારી લાવી રોડ ક્રોસ કરતા રામાભાઇ સાજાભાઈ નિનામા ઉ.વ.૬૦ પઢારાના રહેવાસીને ટક્કર મારી શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી મોટરસાઇકલ લઇ ભાગી ગયેલ હોઇ અજાણ્યા વાહન ચાલકની ખેડબ્રહ્માના પીએસઆઈ એ.વી.જોષી તથા સ્ટાફના બાબુભાઇ વાલજીભાઇ, મહેન્દ્રકુમાર નારાયણભાઈ, વાસુભાઇ ઈન્દુભાઈ, અક્ષયકુમાર પોપટભાઈ તથા દિલીપકુમાર રણછોડભાઈએ અલગ અલગ ટીમો બનાવી ખેડબ્રહ્મા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા અને ટાઉનમાં આવેલ

સી.સી.ટી.વી. કેમેરા ચકાસતા લક્ષ્મીપુરા ચાર રસ્તાથી એસટી સ્ટેન્ડ તરફ એક બાઈક ચાલક પુર ઝડપે પોતાનું મોટર સાયકલ ચાલવી લઈ જઈ શીત કેન્દ્ર આગળ સામેના રોડ ઉપર એક ઈસમને ટક્કર મારી પાડી દિધેલાનું જણાતા આગળના સી.સી.ટી.વી કેમેરા તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ અમારા ભરોસાના બાતમીદારો રોકી તપાસ કરતા કરાવતા એકસીડેન્ટ કરી ભાગી જનાર હોન્ડા હોરનેટ મોટરસાઇકલ નં.GJ-09-CT-7230 નુ હોવાનુ અને સદર મોટરસાઇકલ હરેશકુમાર કાળુભાઇ સેમારી (ઠાકરઠા) ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા ની હોવાનુ જણાઈ આવતા આરોપીની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા પોતે આ ગુન્હાની કબુલાત કરતા સદરીને પકડી કાયદેસરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button
error: Content is protected !!