ગોતા ગામ સહીત અન્ય ગામોમાં લાઈટની ગંભીર બીમારી : રહીશોએ હલ્લાબોલ કયોઁ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા ના ગોતા તથા ગોતાકંપો તેમજ પેટા છપરાના 10 જેટલા ગામો માં છેલ્લા 7 દિવસથી સાંજે લાઈટ બંધ કરી દેવાતાં લોકો દ્વારા ખેડબ્રહ્માની વીજ કચેરીએ હલ્લા બોલ કર્યો હતો.
દરરોજ સાંજ પડે એટલે લાઈટ બંધ થવાની ગંભીર બીમારી દૂર કરવા માટે ખેડબ્રહ્મા થી સીધી લાઈન આપવા માટે બોર્ડની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી હતી.
ગોતા ગામના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં UGVCL દ્રારા કોઈ જ પગલાં ન લેવાતા તમામ ગામોના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો. જ્યારે આજે અહીં જ ઓફિસમાં રાત્રિ રોકાણ કરીશુ તેમ કરી વિરોધ દર્શાવ્યો હતો જાણી જોઈ બોર્ડ દ્વારા પરેશાન કરતા તમામ ગામો એ વિરોધ કર્યો હતો.
જો આવનાર સમયમાં લાઈટ નહીં આવે તો ફેમિલી સાથે અહીં સાંજે રાત્રી રોકાણ કરીશુ તેવુ પૂર્વ સરપંચ રણજીતસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ. વીજ કચેરીએ કોઈ હાજર ન હતુ તો લાઈટ માટે કમ્પ્લેન ક્યાં કરવી તેવું ગામ લોકો જણાવી રહ્યા હતા.