ગણતરીના દિવસોમાં ગુનેગારને શોધીને હવાલાત ભેગી કરતી ખેડબ્રહ્મા પોલીસ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગઈ તા.તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ મટોડા ગામે થી સીવીલ જતા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતાં કિરણભાઈ પોપટભાઈ બુબડીયાને GJ09DE4267 ને અકસ્માત કરી માથાની જમણી બાજુએ તેમજ જમણા પગે ફેક્ચરો કરી શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ કરી ભાગી છુટયો હતો.
જયારે બાઈક ચાલકનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. તે સમય દરમ્યાન અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન લઈ છૂટતાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા કોન્સ્ટેબલ જયદિપકુમાર જીતાભાઈ, ભુપેન્દ્રકુમાર રમેશભાઈ ,નરેશભાઈ મોતીભાઈ, મગનભાઈ બચુભાઈ એ અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાની આસપાસ આવેલ સી.સી.ટી.વી ફુટેજ મેળવી ચેક કરતા તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ
બાતમીદારો દ્રારા તપાસ કરાવતા એકસીડેન્ટ કરી ભાગી જનાર મહિન્દ્રા ટ્રેક્ટર GJ09BC4011ના ચાલક હોવાનુ જણાઈ આવેલ હતુ અને આ ટ્રેક્ટર વડાલીના સુલેઈ ગામના સરધાનજી સોનાજી મકવાણા હોવાનુ જણાતા સદરી મરણ ગયેલ હતુ અને આ ટ્રેક્ટર ખેડબ્રહ્માના દુધલીના કચરાજી માધાજી ઠાકરડાને વેચાણ આપી દીધેલ હોવાની જણાયુ હતુ અને તેમની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા પોતે આ ગુન્હાની કબુલાત કરતા કચરાજીને પકડી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી હતી.