ખેડબ્રહ્માની જવાલા અને ગજની એ પ્રથમ નંબર મેળવ્યો
બંને ઘોડી એ રાણકપુર અશ્વ મહોત્સવમાં ભાગ લીધો હતો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
અત્યારે હાલ કોઈને કોઈ પ્રકારના રાજય સરકાર મહોત્સવ ઉજવી રહ્યુ છે. તેવો જ એક મહોત્સવ રાજસ્થાનના રાણકપુરમાં સવાઈ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અશ્વ શો પણ યોજાયો હતો જેમાં અલગ અલગ શહેરોમાંથી અવનવા તરકીબો માટે અશ્વ માલીકો અશ્વો લઈને આવ્યા હતા.
રાજસ્થાનના રાણકપુરમાં સવાઈ મહોત્સવમાં અશ્વ શોમાં સમગ્ર દેશમાંથી 40 જેટલા અશ્વ પ્રેમી પોતાના ઘોડા-ઘોડી લઈને આવ્યા હતા.
જેમાં ખેડબ્રહ્મામાં જલાવા સ્ટડ ફાર્મ ધારવતા ધ્રુવ જીગ્નેશકુમાર જોશી પોતાની બે ઘોડી જવાલા અને ગજની લઈને ગયા હતા. જેમાં મિલ્ક તીથ વિભાગમાં ખેડબ્રહ્માની જ્વાલા (22 માસ) અને ગજની (14 માસ) ની બંને ઘોડીઓએ ઉત્તમ દેખાવ કરી પ્રતિયોગીતામાં પ્રથમ અને બીજો નંબર મેળવતાં અન્ય અશ્વ માલીકોએ જવાલા અને ગજનીની પીઠ થાબડી હતી.
ધ્રુવ જોશીએ જણાવ્યુ હતુ કે મને ઘોડા – ઘોડી પ્રત્યેનો લગાવ વારસાગત મળ્યો છે મારા પરદાદા પણ ઘોડાનો શોખ ધરાવતા હતા જે લગાવ મારા પિતા જિગ્નેશભાઈને પણ વારસામાં મળ્યો હતો તેમણે પણ વર્ષો સુધી ઘોડો રાખ્યો હતો. તે શોખની વારસાગત પરંપરા મે જાળવી રાખી છે તેમણે વધુમાં જણાવેલ કે ઘોડા – ઘોડી રાખ્યા છે
તે આજે મારા પરિવારના અંગ સમાન ગણીએ છીએ. તેમની નિયમિત દેખભાળ તથા બોડી ચેકઅપ માટે રાજસ્થાન પાલી ના સ્પેશિયાલિસ્ટ ડૉ.પરિક્ષિત પુરોહીત દ્રારા અમારા જવાલા સ્ટડ ફામઁની વિઝીટ લેતા હોય છે અને બંને અશ્વોને નિયમિત ટ્રીટમેન્ટ આપતા હોય છે.