ખેડબ્રહ્માની જનતાને ગુમરાહ કરતુ નગરપાલિકાનુ વહીવટદાર શાસન
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ખેડબ્રહ્મા નગરપાલિકાએ રવિવાર અને સોમવાર એમ બે દિવસ સળંગ સવારે 10 ના ટકોરે સ્ટેશન વિસ્તારમાં ભરપુર પાણી આપતાં લોકોની તરસ છીપાવી હતી…!!!
કે પછી રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં પીવાના પાણીની સમીક્ષા કરવા આવતાં નગરપાલિકાની માલીકીના છ એ કૂવામાં અચાનક નવાણ ફુટતાં કુવા ભરાયા હતા કે શુ…? તો રવિવાર અને સોમવારે ચુપચાપ રેગ્યુલર પાણી આપીને નગરપાલિકા તંત્ર શુ મેસેજ આપવા માગે છે…??
અને આજે મંગળવારના રોજ નગરપાલિકાના કૂવામાં પાણી ઘટી ગયા કે શુ….?? તો આજે પાણી નહી આપીને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર અને વહીવટદાર ખેડબ્રહ્માની જાહેર જનતાને શુ ગુમરાહ તો નથી કરી રહ્યા ને….???
વધુમાં નગરપાલિકાના કૂવામાંના પાણી અચાનક ઘટી જતાં ફરીથી પાછુ “હોતી હૈ ચલતી હૈ” નુ શાસન આવતાં લોકો તંગ આવી ગયા છે.
શુ આ બાબતે લોકોને ટેન્કર રાજ તો નથી લાવવા માગતા ને ? પાણી બાબતની શંકાની સોય નગરપાલિકાના શાસન તરફ ચોક્કસ નિદેઁશ કરે છે. તેવુ આમ જનતામાં ચણભણાટ થતો સાંભળવા મળી રહ્યો છે.