Blog

યાત્રાધામ ખેડબ્રહ્મામાં ભાજપ કાયાઁલયનુ ઉદઘાટન કરાયુ : ક્ષત્રિય સેના રુપાલાના વિરોધમાં મંડપ સુધી ધસી આવ્યા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

ભાજપ કાયાઁલયનુ ઉદઘાટન કરતા જીલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ

લોકસભા ચુંટણી માટે સાબરકાંઠા ભાજપ દ્રારા કાયાઁલય ઉદઘાટનોનો દોર ચાલુ કરી દીધેલ છે. તે પૈકી આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં પોશીના,

વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે ભાજપ કાયાઁલયના ઉદઘાટન જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે લક્ષ્મીપુરા ચાર પાસે નવીન બનેલ કોમ્પ્લેક્સમાં જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે લોકસભા કાયાઁલયનુ ઉદઘાટન

કરવામાં આવ્યુ હતુ અને વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બેસાડવા માટે સ્થાનિક ઉમેદવાર શોભનાબેન બારૈયાને જીતાડવા કાયઁકરોને અપીલ કરી હતી.

જેમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તથા કરેલા કામો તથા વષઁ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસીત જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બેસાડવા માટે 7મી મે ને યાદ રાખવા અપીલ કરી હતી. સાથે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રાસંગિક ઉદબોધન કયુઁ હતુ.

કાયાઁલયના ઉદઘાટન પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તથા ભાજપના પદાધિકારીઓ અને કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે બીજી બાજુ પુરુષોત્તમ રુપાલાના વિરોધમાં વડાલી જેવુ પુનરાવર્તન ના થાય તે માટે ભાજપ કાયાઁલયની ત્રણે બાજુ પહેલાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જ્યારે એક

બસ સહીત છ જેટલી પોલીસવાન સાથે બેરીકેટ ગોઠવીને કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં ક્ષત્રિય સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં બેરીકેટ તોડીને ઉદૄઘાટીત ભાજપ કાયાઁલયના મંડપ સુધી ધસી

આવીને “રુપાલા હાય.. હાય..” ના નારા લગાવીને વિરોધ દશાઁવ્યો હતો. જ્યારે પોલીસ કમીઁઓ પણ ક્ષત્રિય સેના મંડપ સુધી ના આવે તે માટે પોલીસનુ સંખ્યાબળ ઓછુ જણાતાં આજુબાજુ બંદોબસ્ત માટે

તૈનાત પોલીસ કમીઁઓ દોડી આવીને ક્ષત્રિય સેનાને કાબુમાં લઈને પોલીસ બસ સુધી લઈ ગયા હતા અને છેવટે સમગ્ર મામલો શાંત પડતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Back to top button
error: Content is protected !!