ખેડબ્રહ્મા પોલીસ દ્રારા લોનમેળાનુ આયોજન કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ ઉંચા વ્યાજે લોકોને નાણાં ધીરનાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સારુ અને લોકોમા જાગૃતિ આવે તે માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
ખાતે જાહેર જનતા માટે લોનમેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ખેડબ્રહ્માની ભારતીય સ્ટેટ બેંકના મેનેજર કૃણાલ રાઉત, સાબરકાંઠા બેંકના મેનેજર વસંતભાઈ પટેલ, બેંક ઓફ બરોડાના મેનેજર મહેશ નાલે તથા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના મેનેજર રજનીકાન્ત વણકર વિગેરે તથા ખેડબ્રહ્માના
પોલીસ ઈન્સ્પેકટર ડી.આર. પઢેરીયા અને પીએસઆઈ એ.વી.જોષી તથા સ્ટાફના પોલીસ કમીઁઓએ ખેડબ્રહ્મા તાલુકાની જનતા આશરે ૧૦૦ નાગરીકોની ઉપસ્થિતિમાં અને લોકો ઉંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા નહી લેવા બાબતે વિસ્તૃત માગઁદશઁન આપ્યુ હતુ. જયારે બેંકમાથી ઓછા
દસ્તાવેજો આપી તાત્કાલીક લોન મેળવવા અંગે લોન લેવા બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી. લોનમેળામાં બેંકોના અધિકારીઓએ પ્રજાને ઝડપી લોન મળી રહે અને ઉંચા વ્યાજ વસુલતા વ્યાજખોરોથી છુટકારો મળી તે માટે પોલીસ કમીઁઓની કામગીરીને ઉપસ્થિત નાગરીકોએ બિરદાવી હતી.