દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી ઝડપાઈ ? સાથે બે ઈસમોની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આણંદ જીલ્લામાં પ્રવેશવાના અલગ
અલગ માર્ગો ઉપર ચેક પોસ્ટ બનાવી વાહન ચેકીંગ કરવા સારૂ કામગીરી કરવા અંગેની સુચનાઓ આપેલ. જે એલસીબી પો.સ.ઈ. એસ.ડી.પટેલ તથા સ્ટાફના કમીઁઓ બોરીયાવી ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન તે દરમ્યાન એ.એસ.આઈ. જયદીપસિંહ નાથુસિંહ તથા ઘનશ્યામસિંહ દેહાભાઈ ને મળેલ બાતમીના આધારે એક એકટીવા કણજરી તરફથી આવતા તેને કોર્ડન કરી રોકી લઈ એકટીવા ઉપર સવાર બંન્ને ઇસમોને પકડી લઈ તેઓની અંગ ઝડતી કરતા પાછળ બેઠેલ ઈસમ પાસેથી કમરના ભાગે સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની પીસ્ટલ મળી આવતા
તેની પાસે હથીયાર રાખવાનો પરવાનો ના હોઇ પીસ્ટલ ચેક કરતા મેન્જીનમાં લોડ કરેલા ૭.૬૫ MM ના ત્રણ રાઉન્ડ ભરેલા મળી આવતા પીસ્ટલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા કારતુસ નંગ-૩ કિ.રૂ.૩૦૦/-, મોબાઇલ તથા એકટીવા મળી કુલ્લે કિ.રૂ.૧,૦૦,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડેલ બંન્ને આરોપીઓની પુછપરછ કરતા મીનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતા અજયભાઈ ઉર્ફે કરૂ રાધાકિશ્નભાઈ કુશવાહા પાસેથી ખરીદ કરેલ હોવાનુ જણાવતા ત્રણેય ઈસમો વિરૂધ્ધ આર્મસ એક્ટ કલમ ૨૫(૧બી)એ, તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અજયભાઈ ઉર્ફે રાધાકિશ્નભાઈ કુશાવાહાની ધરપકડ કરવાની પ્રક્રીયા ચાલુ છે.
સમગ્ર ઘટનાક્રમને અંજામ આપવા માટે આણંદ એલસીબી ઈ.પો.ઈન્સ્પેક્ટર પી.બી.જાદવ ના માર્ગર્શન હેઠળ આણંદ એલસીબી પો.સ.ઈ. વી.બી.પટેલ, પો.સ.ઈ. એસ.ડી.પટેલ, એ.એસ.આઈ. જયદીપસિંહ, ધનશ્યામસિંહ, યશપાલસિંહ, પ્રમેશકુમાર તથા પો.કો. અસ્પાકઅલી દ્વારા સુચારુ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ.