Foods

ડૉક્ટર આઈસ્ક્રીમ ખાતાં હતા : અંદરથી માણસની આંગળી નીકળી

આઈસ્ક્રીમ ઓનલાઈન ઓડઁર આપીને મંગાવ્યો હતો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ડૉક્ટરે ઓનલાઈન હોમ ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેમણે આઈસ્ક્રીમ ખાવાનુ શરૂ કર્યું ત્યારે તેમને આઈસ્ક્રીમમાં આંગળી દેખાઈ. જે બાદ ડોક્ટરે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. મામલાની નોંધ લેતા પોલીસે એફઆઈઆર નોંધી અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી.

કાલ્પનિક ચિત્ર છે

મુંબઈના મલાડ વિસ્તારના રહેવાસી 27 વર્ષીય ડૉ.ઓર્લેમ બ્રાન્ડોન સેરાવે ગયા બુધવારે Zepto ડિલિવરી એપ પરથી કોન આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. આ આઈસ્ક્રીમનુ નામ Yummo butterscotch છે. પછી થોડા સમય પછી ડિલિવરી બોયએ તેને તેનુ પેકેજ આપ્યુ, ત્યારબાદ તેણે ખૂબ જ ઉત્સાહથી આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું, જ્યારે તેણે જમતી વખતે આઈસ્ક્રીમ જોયો તો તે ચોંકી ગયો. આઈસ્ક્રીમની અંદર તેમને એક વિકૃત માનવ આંગળી મળી જે લગભગ 2 સેન્ટિમીટર લાંબી હતી.

પોલીસે આ મામલામાં જણાવ્યુ હતુ કે આઈસ્ક્રીમની અંદરથી કપાયેલી આંગળી મળી આવેલ હતી. વ્યક્તિ વ્યવસાયે MBBS ડોક્ટર છે જ્યારે સેરાવની બહેન ઘર માટે કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી, ત્યારે તેણે તેની બહેનને આઈસ્ક્રીમ મંગાવવાનુ કહ્યુ હતુ. હાલમાં આ મામલાની નોંધ લઈને મુંબઈના મલાડ પોલીસ સ્ટેશન દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે, આ આઈસ્ક્રીમનુ ઉત્પાદન કયાં સ્થળે કરવામાં આવ્યું હતુ તેની પણ તપાસ કરશે જેથી કરીને તે કોની આંગળી હતી તેની પુષ્ટિ થઈ શકે. ઉપરાંત પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

Back to top button
error: Content is protected !!