પોલીસ

કલેકટર અને જીલ્લા પોલીસ વડા તેમજ વહીવટીતંત્રની ટીમ દ્રારા માતાજીને ધજા ચડાવાઈ

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

પ્રજામાં સુખ શાંતિ જળવાઈ રહે તેમજ પદયાત્રીઓની સુરક્ષા માટે ખડેપગે રહીને સેવા કરનાર સાબરકાંઠા જીલ્લા કલેક્ટર અને પોલીસ ટીમે

યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે ભાદરવી પૂનમના રોજ માઁ જગદંબાને ડીજેના તાલ સાથે જીલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી હતી.

ભાદરવી પૂનમ આવે એટલે પદયાત્રીઓની સુરક્ષા તથા અન્ય સેવા માટે તેમજ પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સાબરકાંઠા પોલીસ દર વષેઁ

સતત ૧૫ દિવસ સુધી રાઉન્ડ ધી કલોક ડ્યુટી બજાવે છે અને છેલ્લા દિવસે એટલે કે ભાદરવી પુનમના દિવસે પરંપરા મુજબ કલેક્ટર રતનકંવર ગઢવીચારણ, જીલ્લા પોલીસ વડા વિજય પટેલ, જીલ્લા વિકાસ અધિકારી હષઁદ વોરા અને સાબરકાંઠાના વિભાગીય

નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પોલીસ કોન્સ્ટેબલોની ઉપસ્થિતિમાં ડીજેના તાલ સાથે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે માઁ જગદંબાને ધજા ચડાવી હતી અને તમામ પદયાત્રીઓ અને શ્રધ્ધાળુઓની કાયમી સુરક્ષા માઁ જગદંબા કરે તેવી પ્રાથઁના કરી હતી. 

ધ્વજારોહણ વખતે સાબરકાંઠા જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લાના પોલીસ કમીઁઓએ બોલ મારી અંબે… જય જય અંબે… ના નાદ થી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતુ.

મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહજી રાઠોડ તથા ટ્રસ્ટીઓ અને પુજારી દશરથભાઈએ વહીવટીતંત્રનુ સ્વાગત કયુઁ હતુ.

 

 

Related Articles

Back to top button
error: Content is protected !!