હવામાન વિભાગ દ્રારા તૈયાર કરેલ મોનસૂન મોબાઈલ એપ્લિકેશન
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભારત સરકારના હવામાન વિભાગ દ્રારા હવામાન અંગેની આગાહી માટે વિવિધ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી, વીજળીથી બચવા, ખેતી માટે
ઉપયોગી છે. જેમાની મોનસૂન મોબાઈલ એપ્લિકેશન મારફતે લોકોને હવામાનની આગાહી, રડાર છબીઓ વગેરેની માહિતી મેળવી શકે છે. દામિની મોબાઈલ એપ્લિકેશન મારફતે આકાશમાં તોળાઈ રહેલી આપતિ વીજળી વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. મેધદુત મોબાઈલ એપ્લિકેશન મારફતે ખેડુતોને હવામાનની માહિતી આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પાડે છે. પબ્લીક ઓબ્ઝર્વેશન મોબાઈલ એપ્લિકેશન મારફતે યુઝર્સ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. મોનસૂન મોબાઈલ એપ્લિકેશનનો ગ્રામ્ય કક્ષાથી લઇ શહેરી વિસ્તાર સુધી વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે ડીઝાસ્ટર મામલતદાર હિંમતનગરે એક અખબારી યાદીમાં જણાવાયુ છે.