લાંબડીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરાયુ
કલેક્ટર, સાંસદ તથા જીલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત રહ્યા

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે સાંસદ દિપસિંહ રાઠોડ અને કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.લાંબડીયા ખાતે આવેલ રથનુ ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલા વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યો હતો. શાળાના બાળકો દ્વારા “ધરતી કરે પુકાર” ની થીમ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને પ્રતિકાત્મક કીટ અપઁણ કરાઈ હતી.
આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સવનિધી, પીએમ આવાસ યોજના આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની “મેરી કહાની મેરી ઝુબાની” અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની સો ટકા નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપન પ્રસંગે રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી લુકેશભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, કલેક્ટર નૈમેષ દવે, તાલુકા વિકાસ અધિકારી, પ્રાન્ત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી, વંદના પરમાર, તાલુકા વિકાસ અધિકારી એન.વી.હટાર, તાલુકા ભાજપ પ્રમુખ રુમાલ ધ્રાંગી, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.