ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
ઈડર મોચી સમાજ દ્રારા ઈડર શહેરની પશ્ચિમે આવેલ પુરાતન મંદિર શ્રી મહાકાલી માતાજીના સાનિધ્યમાં તા.૩ માચઁ ૨૦૨૪ને રવિવારના રોજ નવચંડી યજ્ઞ યોજાયો હતો, જેમાં મુખ્ય યજમાન પદે જયેશભાઈ કચરાભાઈ ચૌહાણ તથા અન્ય પાંચ યજમાનની સાથે ૬૪ નવદંપતિઓ યજ્ઞમાં બિરાજમાન થયા હતા.
નવચંડી યજ્ઞ દરમ્યાન સમગ્ર ઈડર પરગણાના દરેક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞના મુખ્ય આચાર્ય ચિરાગભાઈ જોષીએ સવારે ૯ – ૦૦ કલાકથી
યજ્ઞનો પ્રારંભ કરાવીને સૌ યજમાન તથા ઉપસ્થિત ઈડર પરગણાના નાગરીકો સુખીયા થાય, નિરોગી રહે તેવા આશિર્વાદ સાથે સાંજે ૪ -૩૦ કલાકે આરતી બાદ પૂણાઁહુતી કરવામાં આવી હતી.
સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનુ ભારત સંપૂર્ણ વિકસિત બને અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન તરિકે બિરાજમાન થાય તે માટે યજ્ઞમાં બિરાજમાન નવદંપતિઓ તેમજ આયોજકોએ શ્રી મહાકાલી માતાજી સમક્ષ પ્રાથઁના કરી હતી.
નવચંડી યજ્ઞના પવિત્ર પ્રસંગે ઈડર ગામ તરફથી ઈડરની દરેક દિકરીઓ તથા બહેનોને સાડી ભેટ અપઁણ કરાઈ હતી જ્યારે સમગ્ર સમાજના દરેક પરિવાર ને એક સ્મૃતિઁ ભેટ આપવામાં આવી હતી.
યજ્ઞના પવિત્ર પ્રસંગને ઈડર શહેર મોચી સમાજ યજ્ઞ સમિતી, શ્રી ચામુંડા નવયુવક મંડળ તથા રાધાકૃષ્ણ મહીલા ભજન મંડળની બહેનો તેમજ ગામના સૌ પરિવારજનોએ શોભાયમાન કયુઁ હતુ.