ખેડબ્રહ્મા શહેરમાં રક્ષાબંધનના દિવસે ભૂદેવોએ જનોઈ બદલી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
આજે શ્રાવણ સુદ પુનમ એટલે રક્ષાબંધન, બળેવ અને નાળીયેરી પુનમ તરીકે ઓળખાય છે. આજના દિવસે જનોઈધારી દરેક વ્યક્તિઓએ ખેડબ્રહ્મા શહેરમાં સામુહીક જનોઈ બદલી હતી.
આજના પવિત્ર દિવસે નળીયેરી પુનમના દિવસે ઋગવેદી અને યજુઁવેદી ભૂદેવો તથા અન્ય કોઈપણ વ્યક્તિઓ આજે શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરી હતી.
ખેડબ્રહ્મા શહેરમાં આવેલા ઔદિચ્ય સહસ્ત્ર ચોખડા બ્રાહ્મણ સમાજ દ્રારા શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની વાડીમાં સમુહમાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ
કરી હતી. ધર્મેન્દ્ર ઠાકરે જણાવેલ કે દર વષઁની જેમ આ વષેઁ પણ રક્ષાબંધનના દિવસે સામુહીક રીતે વેદ-મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત ધારણ કરી હતી સાથે
અખંડ ભારતનુ નિમાઁણ થાય સાથે વિશ્વ શાંતિ સ્થપાય તે માટે સામુહીક પ્રાથઁના પણ કરી હતી.
ખેડબ્રહ્માશશહેરના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિર, અચલેશ્વર મહાદેવ મંદિર તથા તાલુકાની અનેક જગ્યાએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવામાં આવી હતી.