ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના આદેશથી લોકસભા ચુંટણી અનુસંધાને ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલની સુચનાથી ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ આંતરરાજ્ય ચેક પોસ્ટ પર ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક ઈસમ લાયસન્સ વગરની બંદૂક સાથે ઝડપાયો હતો.
લોકસભા ચુંટણી અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ કમીઁઓ પેટ્રોલીંગમા હતા અને પઢારા ચેકપોસ્ટ નજીક જતા ગરનાળાની નજીકમા આવેલ ઝાડીઓમા એક ઈસમ શંકાસ્પદ હાલતમા લુપાતો-છુપાતો જતો જોવા મળતા સરકારી વાહન ઉભુ રખાવી નીચે ઉતરી કોર્ડન એક ઈસમને પકડી પાડી ચેક કરતા તેના હાથમા એક ફુલ્લીદાર દેશીબનાવટની એક નાળીવાળીબંદૂક મળી
આવતા નાંણાભાઈ લાલાભાઈ ખોખરીયા રહે. ટુટાખાદરા ફળો, પઢારા, તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ તેમજ બંદૂક સંબંધે પુછતા આ બંદૂક લાયસન્સ વગરની હોવાની જણાયુ હતુ વધુ પુછપરછ હાથ ધરતાં આ દેશી બનાવટની બંદુક તેના પૌત્રએ બે વર્ષ અગાઉ કયાંક થી લાવી હતી તેવુ જણાવતાં તેના પૌત્ર કિશનભાઈ બાલુભાઈ ખોખરીયાની પણ અટક કરીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લવાયા હતા.
લાયસન્સે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફુલ્લીદાર સીંગલ બેરલ બંદુક(અગ્નિશસ્ત્ર) કિંમત રૂપિયા-૫,૦૦૦/-ની રાખી પકડાઈ જઈ ગુન્હો કરેલ હોય ૧૯૫૯ની કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.