તહેવાર

ખેડબ્રહ્મા ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ

વિવિધ સમાજના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

હવે ચેટી ચાંદ, ગુડી પડવો, રમજાન ઈદ, રામનવમી, ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ જેવા તહેવાર આવી રહ્યા છે તે નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં પીએસઆઈ એ.વી.જોષીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

જેમાં ખેડબ્રહ્મા વહેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા સહીત વિવિધ સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ તેમજ વિશ્વ હિંદુ પરિષદના પ્રતિનિધિઓ સમક્ષ દરેક સમાજ

પોતપોતાનો તહેવાર ભાઈચારાથી ઉજવે તેવુ શાંતિ સમિતીની બેઠકમાં પીએસઆઈએ જણાવતાં કહ્યુ હતુ કે જ્યાં પણ પોલીસ સુરક્ષાની જરુર હશે ત્યાં પોલીસ તરફથી સહકાર મળશે.

Related Articles

Back to top button
error: Content is protected !!