ખેડબ્રહ્મા ભાજપ પ્રમુખ દ્રારા પોલીયો રસીકરણનો પ્રારંભ કરાયો
અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભારતમાંથી પોલીયો નાબુદ થયેલ છે પણ હજુ કેટલાક દેશોમાંથી પોલીયો નાબુદ થયેલ નથી. જેથી પોલીયો ફરીથી થવાની શક્યતાઓ નકારી શકાતી ન હોવાથી ભારત સરકારે આજે તા.૨૩ ના રોજ ફરી એકવાર પોલીયો મુક્ત ભારત માટે રસીકરણ ઝુંબેશ ચાલુ કરેલ છે.
જેના અનુસંધાને આજે સધન પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી હસ્તકના અર્બન સેન્ટર ખાતે પોલીયો રસીકરણ
ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ ના હસ્તે બાળક ને પોલીયો રસીના બે ટીપાં પીવડાવી શુભારંભ કરાવ્યો હતો. આ રસીકરણ ઝુંબેશમાં અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી
ડૉ.કિશોરસિંહ ચારણ, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.અશ્વિન ગઢવી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કે.એમ.ડાભી, ડૉ.જી.એચ.પાટીલ તાલુકા આરોગ્ય નિરીક્ષક, તાલુકા હેલ્થ વિઝીટર રેખાબેન તથા
આરોગ્ય કમઁચારીઓ અને આશા વકઁરો, આંગણવાડી કાયઁકર હાજર રહેલ હતા. ખેડબ્રહ્મા તાલુકાના ૧૦૩ બુથ પર રસીકરણ કાર્યક્રમનુ આયોજન ઈન્ચાર્જ આયુષ મેડીકલ ઓફીસર ડૉ.કશ્યપ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યુ હતુ.