આરડેકતા ઈન્સ્ટીટયુટમાં “પ્રિ-ફાઈનલ ઓપનીંગ સેરેમની ૨૦૨૪” ની ભવ્ય ઉજવણી કરાઈ
પુલવામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાજલી અપાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આરડેકતા ઈન્સ્ટીટયુટ ખેડબ્રહ્માના નર્સિંગ અને એન્જીનીયરીંગના ટેકનીકલ જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમત-ગમત અને સાંસ્કૃતિક ભાવનાનો
વિકાસ થાય એ હેતુથી સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા નજીક નવીમેત્રાલ ખાતે આવેલ આર્ડેકતા ઈન્સ્ટીટયુટમાં નર્સિંગ, એન્જીનીયરીંગ, BHMS, બીઆરએસ, બી.એસસી.ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિ–ફાઈનલ સ્પોટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડાયરેકટર આર.ડી.પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત પુર્વે પુલવામા હુમલામાં શહિદ થયેલ ભારતના વીર જવાનોને વિદ્યાથીઓ અને સ્ટાફ દ્વારા બે મિનીટ મૌન પાડીને શ્રદ્ધાંજલી આપી રમતોની શરૂઆત ક૨વામાં આવી હતી.
આ પ્રિ ફાઈનલ સ્પોટર્સ માં આસી. ડાયરેક્ટર રાહુલ પટેલ, ઓએસ પ્રવિણ પટેલ, હિસાબી શાખાના હેડ આકાશ પટેલ સહીત વિવિધ શાખાઓના વડાઓ અને પ્રોફેસર સહીત વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.