ખેડબ્રહ્મા વિધાનસભા ભાજપમાં ચુંટણીની તૈયારીઓ શરુ
ખેડબ્રહ્મા શહેર તથા તાલુકાની કારોબારીની બેઠક મળી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
આજરોજ ખેડબ્રહ્મા શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક વિવેકાનંદ હોલમાં જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ પ્રસંગે જીલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી નિલેશભાઈ બુબડીયા, સાબરકાંઠા જીલ્લા મહામંત્રી લુકેશભાઈ ગમાર, પ્રભારી મુકેશભાઈ સોલંકી, તેજાભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રીઓ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની હાજરીમાં મળી હતી. વંદે માતરમના ગાન અને દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
નવનિયુક્ત મહામંત્રી લુકેશભાઈ ગમાર અને આદિજાતિ મોરચાના નવા વરાયેલા પ્રમુખ પાંડોરને શાલ અને ખેસથી સન્માન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમના પ્રારંભમાં પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી અને સાબરકાંઠા જીલ્લાના પ્રભારી નિલેશભાઈ બુબડીયાએ નવા વરાયેલ મહામંત્રી અને જીલ્લાના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓને આગામી 22 મી જાન્યુઆરીના કાર્યક્રમ તેમજ લોકસભાની ચૂંટણી અંગે કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ આગામી લોકસભાની યોજાનારી ચુંટણી કાર્યક્રમો વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતુ.
કનુભાઈ પટેલે કાર્યકર્તાઓને આળસ ખંખેરી લોકસભાની ચૂંટણી તેમજ 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના નિર્માણ સમયે દિવાળી જેવો માહોલ થાય, રામધૂન થાય, ભજન થાય તેમ જણાવ્યુ હતુ.
કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણએ કર્યું હતુ અને આભાર વિધી પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે કરી હતી.