ખેડબ્રહ્મા ખાતે પેટલાદના ધારાસભ્યની માનતા મિત્રોએ પુરી કરી
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થઈ અને તે સમયે પેટલાદની બેઠક પર કમલેશ પટેલને ટીકીટ મળતાં તેમના મિત્રોએ ધારાસભ્ય પદે જીત થાય તે
માટે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે શ્રી નાગણેશ્વરી માતાજીના હવનની માનતા મિત્રોએ રવિવારના રોજ સંપન્ન કરી હતી.
ડિસેમ્બર ૨૦૨૨ માં જાહેર થયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પેટલાદ બેઠક પર તે વખતે કમલેશ પટેલ ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે તેમના
મિત્રો જગદીશ પટેલ અને તેમના પરિવારે ખેડબ્રહ્મા ખાતે જૂના પોલીસ સ્ટેશન પાછળ શ્રી નાગણેશ્વરી માતાજીની માનતા માની હતી કે કમલેશ પટેલ પેટલાદ
બેઠક પર ધારાસભ્ય તરીકે જીત થાય તો હવન કરી ધારાસભ્ય કમલેશ પટેલની હાજરીમાં હવનની માનતા માની હતી તે આજે રવિવારના રોજ પુરી કરી હતી.
પેટલાદ થી ધારાસભ્ય કમલેશ પટેલ, જગદીશ પટેલ, ખેડબ્રહ્મા થી સુરેશ પટેલ તથા તેમનો પરિવાર અને ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ રાવલ,
ઉપપ્રમુખ ભાવેન્દ્ર સોલંકી, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ભક્તોએ માતાજીનો પ્રસાદ ગ્રહણ કયોઁ હતો.