પ્રાથમિક ટીચર્સ સોસાયટીના મકાનનુ લોકાપઁણ કરાયુ
સાબરકાંઠા બેંકના ડિરેક્ટર તથા પ્રતિનિધિ રહ્યા ઉપસ્થિત
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ગોપાલ પટેલ ના હસ્તે ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક ટીચસઁ કો.ઓ.સોસાયટી ના નવા મકાન માં શાસ્ત્રોક્ત વિધીથી પ્રવેશ કરાયો હતો.
ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક ટીચસઁ કો.ઓ.સોસાયટી ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી છે. આ મંડળીના નવા મકાનના પ્રવેશોત્સવ પ્રસંગે ચેરમેન વિમલ ગઢવીએ જણાવેલ કે આ મંડળી પ્રાથમિક શિક્ષકોની છે જેમાં શેર ભંડોળ,
ધિરાણ તથા બચત અંગે ફિક્સ ડિપોઝીટ પણ કરે છે અને દર વષેઁ મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે વધુમાં દરેક શિક્ષકોનો અકસ્માત વીમો પણ લીધેલ છે
જેથી આકસ્મિક સંજોગોમાં ઉપયોગી બની રહે છે. નવા મકાનને અધતન સુવિધાઓ અને કોમ્પ્યુટર સીસ્ટમ થી સજ્જ કરાઈ છે.
આ પ્રસંગે સાબરકાંઠા બેંકના પ્રતિનિધિ દિનેશ પટેલ, બી.આર.સી.કૉ.ઓડિઁનેટર પીયુષ જોષી, વાઈસ ચેરમેન પિનલ પટેલ, સેક્રેટરી દિનેશ પટેલ, ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.