ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ખેડબ્રહ્મામાં કાયઁક્રમો યોજાયા
ખેડબ્રહ્મા શહેરનુ બજાર સ્વયંભૂ બંધ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્ત કમળોથી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જે અંતર્ગત દેશ-વિદેશ માં દિવાળીની જેમ ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મા સહીત સાબરકાંઠા જીલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર શહેર સહીત સમગ્ર અંતરિયાળ ગામડાઓ પણ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને શ્રીરામ ના રંગે રંગાયા હતા.
ખેડબ્રહ્મા શહેરની આરડેકતા ઈન્સ્ટીટયુટના બે હજાર જેટલા વિધાથીઁઓએ રેલી સ્વરુપે ફરીને જયશ્રી રામના નારા સાથે ઉજવણી કરી હતી.
જ્યારે નવા ચાંપલપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સંતો, હરિભક્તોએ અયોધ્યાથી પ્રસારિત લાઈવ પ્રસારણ નિહાળ્યુ હતુ.
ઉપરાંત મારવાડી પ્રજાપતિ સમાજ દ્રારા ખેડબ્રહ્મા શહેરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વેશભૂષા સાથે શોભાયાત્રા ફરીને શ્રાયાદેવી મંદીરે પરત ફરી હતી.