ધાર્મિક
PWD વિભાગ દ્રારા ખેડબ્રહ્મા માતાજી મંદિર શિખર ઉપર ધજા ચઢાવાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભાદરવી પુનમ આવે એટલે સેવાભાવી સંસ્થાઓ દ્રારા ઠેર ઠેર સેવા કેમ્પોની સાથે સરકારી વહીવટીતંત્ર પણ ખડેપગે રહે છે. જે અંતર્ગત રાજયના માગઁ અને મકાન વિભાગ દ્રારા પણ ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિરે
ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જીલ્લાના કાર્યપાલક ઈજનેર હિતેષભાઈ જે.સોલીયા હિંમતનગર, ખેડબ્રહ્મા નાયબ કાર્યપાલક ઈજનેર દિલીપભાઈ ચૌધરી, ઈડર નાયબ કાર્યપાલક
નિતિનભાઈ પટેલની ઉપસ્થિતીમાં હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઈડર ડીવીઝનના તમામ અધિકારીઓ
અને કમઁચારીઓ ઢોલ ના તાલે બોલ મારી અંબે… જય જય અંબે… ના જયઘોષ સાથે ખેડબ્રહ્મા
અંબિકા માતાજી મંદિરના શિખર પર ધજા ચઢાવીને લોકો માટે આવનારુ વષઁ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાથઁના કરી હતી.