સેવા
રાજયસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે યુવા કેમ્પનુ ઉદઘાટન કરાયુ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
ભાદરવી પુનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો છે. ત્યારે યુવા ખેડબ્રહ્મા દ્રારા આયોજીત
પદયાત્રી સેવા કેમ્પનુ ઉદઘાટન રાજયસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જીલ્લા ભાજપ
પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મહામંત્રી લુકેશ સોલંકી, યુવા ટીમના બ્રિજેશ બારોટ તથા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ સહીત યુવા
ટીમના વોલન્ટિયર સહીત ભાજપ કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં હાલ ભાજપ સંગઠન દ્રારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે તે માટે ભાજપ
પદાધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને વધુમાં વધુ લોકો ભાજપના સદસ્ય બને તે માટે ઉપસ્થિત પદાધિકારીઓએ અપીલ કરી હતી.