સેવા

કરુણા અભિયાન અંતર્ગત વિધાથીઁઓની રેલી નીકળી

તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે અભિયાન : ફોરેસ્ટર

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

ઉતરાયણ એ પતંગોનો પવઁ છે સાથે પક્ષીઓને નુકશાન ના થાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્રારા તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં રેલી નીકળી હતી.

ઉત્તરાયણ એ નાના બાળકો થી લઈ ને મોટેરાઓ સૌ પતંગ ચગાવવાનો લ્હાવો લેવાનુ ચુકતા નથી. ત્યારે વન વિભાગ, જીવદયા સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટે

 

આજે શેઠ કે.ટી.હાઈસ્કૂલના વિધાથીઁઓ દ્રારા પક્ષી બચાવવા માટે કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી.

સાબરકાંઠા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન હિમાંશુ નિનામાએ જણાવેલ કે, સવારે 9 વાગ્યા પહેલાં અને સાજે 5 વાગ્યા પછી પતંગ ના ચગાવીએ તો પણ જીવદયાની જ સેવા ગણાશે.

જ્યારે પતંગની દોરીથી કોઈપણ પક્ષી ઘાયલ થાય તો એનિમલ હેલ્પલાઈન નંબર પર અથવા તો જીવદયા ના કોઈપણ કાયઁકરનો સંપર્ક કરીને પક્ષીઓના જીવ બચાવવા સહભાગી થવા અપીલ કરી હતી.

રેલીને લીલી ઝંડી આપીને ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ તથા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન હિમાંશુ નિનામાએ રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર એ.એલ.ભાટી, વિસ્તરણ રેન્જ ફોરેસ્ટર નરેશ ચૌધરી, હાઈસ્કૂલના પ્રિન્સીપાલ વિભાસ રાવલ, કેમ્પસ ડાયરેક્ટર કપીલ ઉપાધ્યાય, જીવદયા ના સંચાલક ભૂપેન્દ્રભાઈ પટેલ સહીત વન કમીઁઓ અને વિધાથીઁઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Back to top button
error: Content is protected !!