વીજ સલામતી સપ્તાહ અંતર્ગત કમઁચારીઓ દ્રારા રેલી યોજાઈ
ટાઈમ્સ ઑફ સાબરકાંઠા
યુજીવીસીએલ મેનેજીંગ ડાયરેક્ટર માર્ગદર્શન હેઠળ ઈડર વિભાગીય કચેરી દ્વારા ખેડબ્રહ્માની યુજીવીસીએલ કચેરી દ્રારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત સલામતી અંગે નાગરીકોની અને વીજ
કમઁચારીઓમાં જાગૃકતા આવે તે માટે ની રેલી યુજીવીસીએલ કચેરીથી નીકળીને સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં ફરીને કચેરીએ પરત ફરીને કમઁચારીઓએ સલામતી માટેના શપથ લીધા હતા. જેમાં ઈડર
વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર વી.એસ.કટારા, ખેડબ્રહ્મા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર આર.વી.બારૈયા, વડાલી પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એ.એસ.મનસુરી તેમજ તમામ સ્ટાફ રેલીમાં જોડાયો હતો. વીજ સલામતી સપ્તાહ દરમ્યાન લોકોમાં વીજ સલામતી અંગે જાગૃતતા લાવવા માટે સપ્તાહ દરમિયાન વિવિધ ગામોમાં પેમ્પલેટ વહેંચણી કરેલ વિજપોલ સાથે લાગેલ વરગણી તાર દૂર કરવામાં, વીજ લાઈનોમા સ્પેસર લગાડવા જેવી કામગીરી કરવામાં આવેલ.