જન્મજયંતિ

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

બહેડીયા, લક્ષ્મીપુરા તથા નવીમેત્રાલની ઈન્સ્ટીટયુટમાં પણ કરાઈ ઉજવણી

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા

આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના

ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ

એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

આ સાથે બહેડીયા ગામમાં આદિવાસી સંસ્કૃતિના તાલે રામનવમીની ઉજવણી કરાઈ હતી.

લક્ષ્મીપુરાના રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી.

નવીમેત્રાલ ની આરડેકતા ઈન્સ્ટીટયુટમાં નર્સિંગ અને એન્જીનીયરીંગના વિધાથીઁઓએ ડાયરેક્ટર આર.ડી.પટેલની ઉપસ્થિતીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!