સન્માન સત્કાર

સાંસદ શોભનાબેન બારૈયાનો સત્કાર સમારંભ યોજાયો

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા

સાબરકાંઠા લોકસભા બેઠક પર સાંસદ શોભનાબેન બારૈયાએ 1.55 લાખની લીડથી જીત મેળવ્યા બાદ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં શોભનાબેનના પ્રથમ પ્રવાસ દરમ્યાન તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો.

સત્કાર સમારંભ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત તથા અનુપસ્થિત દરેક કાયઁકરોનો નવ નિયુક્ત સાંસદ શોભનાબેને જીતાડવા બદલ આભાર વ્યક્ત કયોઁ હતો. જ્યારે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપના કાયઁકરોએ માતાજીની પ્રતિમા, શાલ તથા

ફુલહારથી સન્માન કયુઁ હતુ. સાંસદ શોભનાબેને જણાવેલ કે લોકસભાની ચૂંટણીમાં જે થયુ તેને ભૂલીને આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં પહેલેથી મહેનત કરીને ભાજપના ઉમેદવારને

જીતાડીને સત્તાનુ સુકાન સોંપવા માટે કટીબદ્ધ રહેવુ તે આપણી કાયઁકર તરીકે આપણી ફરજ છે.

વધુમાં ખેડબ્રહ્મા તાલુકામાં વધુ મત પ્લસ કરાવનાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ મકવાણા તથા જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જીલ્લા મહામંત્રી વિજય પંડ્યા અને લુકેશભાઈ ગમારે પ્રાસંગિક ઉદબોધન કયુઁ હતુ. ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહીત સંગઠનના પદાધિકારીઓ અને કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાયઁક્રમનુ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, નરસિંહભાઈએ કયુઁ હતુ.

Back to top button
error: Content is protected !!