રાષ્ટ્રીય

જીલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પવઁ જયોતિ હાઈસ્કૂલ માં ઉજવાશે

સમિતિઓની રચના કરવામાં આવી : કલેક્ટર નૈમેષ દવે

ટાઈમ્સ ઑફ સાબરકાંઠા : ભરત ચૌહાણ 

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ માટેની બેઠક હિંમતનગર ખાતે યોજાઈ હતી.

તા.૨૬ મી જાન્યુઆરીએ જીલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે યોજાશે. પ્રજાસત્તાક પૂર્વના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

જેમાં જીલ્લા કલેકટર દ્વારા તેમની કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું જેમાં મહેમાનોની બેઠક વ્યવસ્થા, ટેબ્લો, પરેડ ગ્રાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર વંદના પરમાર તથા અમલીકરણ અધિકારીઓ અને કમઁચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button
error: Content is protected !!